હળવદમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ગઈકાલે હળવદ ટાઉન ભવાનીનગર ઢોરો મેઈન બજારમાં રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા રમેશભાઈ ઝાલાભાઈ ગોલતર, રમેશભાઇ જાદવજીભાઈ ખાંભડીયા, સુખાભાઈ જીવણભાઈ ગમારા, રમેશભાઈ ગુગાભાઈ સાડીયા(રહે. બધાં ભવાનીનગર ઢોરો. તા. હળવદ) નેં રોકડા રકમ રૂ. ૧૨,૦૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.