Wednesday, April 23, 2025

હળવદની બજારો આવતીકાલથી ફરી ધમધમશે

Advertisement
Advertisement
Advertisement

( અહેવાલ: ભાવિષ જોષી હળવદ)

હળવદ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વ્યાપક રીતે વધી રહી હતી. ત્યારે હળવદમાં વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે કોરાનાનું પ્રમાણનો તાગ મેળવી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં હળવદ વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે આંશિક લોક ડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, બપોર બાદ બજારો બંધ રહેશે. ત્યારે આજ રોજ હળવદ વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ કોવીડ -૧૯ની પરિસ્થિતિનો તાગ મેળવી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ એક નિર્ણય કરવામાં આવ્યો કે, આવતી કાલે તા. ૨૦/૦૫/૨૦૨૧ થી હળવદની બજારો સંપુર્ણ ખુલ્લી રહેશે. અને તમામ નાના મોટા વેપારીઓ પોતાની દુકાનો આવતીકાલથી ખુલ્લી રાખવાના નિર્ણયથી આવતીકાલથી હળવદની બજારો ધમધમશે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW