હળવદના સરંભડા ગામની સીમમાં આવેલ આધેડની જમીન એક શખ્સે કબજો જમાવતા આધેડે શખ્શ વિરૂધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા પ્રભુભાઈ ધમાભાઇ બાવળિયા (ઉ.૫૫) એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કુકાભાઈ ધારાભાઇ ભરવાડે તેની માલિકીની સરંભડા ગામના સર્વે નંબર ૮૧ ક્ષેત્રફળ ૧-૩૭-૫૯ હે.આર. વાળી જમીન ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલી રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.