(અહેવાલ: ભવિષ જોષી-હળવદ)
હળવદના માથક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે. શહેર હોય કે ગામડું પરંતુ જરૂરિયાત દરેક લોકોને હોય છે. ત્યારે મોટા ભાગના દર્દીઓ જ્યારે ગામડામાં રહેતા હોય છે. અને જ્યારે તેમને કોઈ ગંભીર બીમારી માટે બહારગામ લઈ જવાનું જ્યારે થાય છે. તો ગામડામાં માટે ભાગે એમ્બ્યુલન્સની તેમજ ડોક્ટરોની અછત વર્તાતી હોય છે. અને દરેક દર્દીઓની આર્થિક પરિસ્થિતિ પણ સરખી નથી હોતી ત્યારે ગામડાના દર્દીઓ આ બધી સુવિધાથી વંચિત ના રહે એ હેતુથી માંથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા માથક ગામને એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કાવડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ સિહોર, ધીરુભા ઝાલા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધર્મેશભાઈ જોષી, શહેર પ્રમુખ કેતનભાઈ દવે, જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, તાલુકા પ્રમુખ વાસુભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
