હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં પાણીના ધોરીયામાં પડી જતા આધેડ બેભાન થયા હતા. જેથી સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદના મયુરનગર ગામમાં રહેવાસી કાળુભાઈ સુખાભાઈ ચાવડા (ઉ.વ.૪૫) નામના આધેડ પોતાની વાડીએ હોય ત્યારે પાણી વાળતી વેળાએ પાણીના ધોરીયામાં પડી જતા બેભાન થયા હતા અને બેભાન અવસ્થામાં આધેડને મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.