(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદમાં અવારનવાર ગૌવંશ પર ઘાતકી હુમલા અને એસિડ એટેક કરવાના બનાવ સામે આવે છે. અને આવું કૃત્ય કરનાર પણ બેફામ બન્યા છે. અને જાણે પોલીસનો ડર ના હોય તેમ ગૌવંશ પર હુમલોની અનેક ઘટના હળવદ પંથકમાં બને છે.
ત્યારે હળવદમાં વધુ એક ગૌવંશ પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં હળવદના પલાસણ ગામે અસામાજિક તત્વોએ ગૌવંશ પર એસિડ ફેંક્યું કરી ગૌવંશને ઘાયલ કરી છે. અને આવુ કૃત્ય કરનાર આરોપીને પકડી કાયદાનું ભાન કરાવવા લોકમાંગ ઉઠી છે. અને અવાર નવાર આવી ઘટનાઓને લઈને ગૌરક્ષકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.