(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
ખોટી સહીઓ કરવાની ના પાડતાં તલાટીને બદનામ કરવાની સાજિશ
હળવદના દેવીપુરના મહિલા તલાટી અનિયમિત આવવાની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત બાદ દેવીપુરના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને તલાટી કમમંત્રીના પક્ષમાં પત્ર લખી સમગ્ર ઘટના વિશે માહિતગાર કર્યા છે અને તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું.
સરપંચોના સાહેબ’તરીકે મનમાની ચલાવી લઈ ગ્રામ પંચાયત કચેરીમા અવારનવાર ગેરહાજર રહીને વિકાસ કાર્યોમાં અવરોધ બનતા હોય છે જેમાં આજે દેવીપુરના મહિલા તલાટી કમમંત્રી અવારનવાર ગેરહાજર રહેતા હોવાની અમુક ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જેના જવાબમા મહિલા તલાટીએ તા ૨/૬ થી ૨/૭ સુધી રજા ઉપર હોય અને અન્ય તલાટીને ચાર્જ સોપાયાનો પુરાવો રજુ કર્યો હતો. અને સાંજ સુધીમાં દેવીપુરના સરપંચ ઘનશ્યામભાઈ સોનગ્રાએ તાલુકા વિકાસ અધિકારીને લેટર લખીને નવો ખુલાસો કર્યો છે.
જેમાં જણાવ્યા મુજબ હળવદના દેવીપુરના મહિલા તલાટી આશરે પાંચ વર્ષથી ફરજ બજાવે છે અને ક્યારેય અનિયમિત નથી અને આ આક્ષેપો પાયા વિહોણા છે તો જે આક્ષેપો કરી રહ્યાં છે તેમને રીલાયન્સ ટાવર ઉભો કરવા માટે એનઓસી માંગી હતી જે તલાટીએ પંચાયતમાં ઠરાવ પસાર કરી આપવાનો હોય છે તેમા બળજબરી પૂર્વક કામ કઢાવવા માંગતા હોય જેથી કરીને આક્ષેપો કર્યા છે પરંતુ દેવીપુરની વાત કદાચ સરપંચ સાચી કરતાં હશે પરંતુ તાલુકાના વિવિધ ગામોમા તલાટી અનિયમિત આવતા જ હોય છે જેમાં ટીકર હોય કે પછી ડુંગરપૂર આખરે છે તો સાહેબો જ ને ?