હળવદના ટીકર ગામે ઘંટીવાળી શેરીમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક ઇસમને હળવદ પોલીસે પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ જી.પી.ટાપરીયા તથા પોલીસ ટીમ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન હળવદના ટીકર ગામે ઘંટી વાળી શેરીમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો દોલુભા વાલુભા ચૌહાણ (રહે.ટીકર) ને રોકડ રકમ રૂ.1352 સાથે પકડી પાડ્યો હતો. હળવદ પોલીસ સ્ટેશનમાં ઇસમ વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.