(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ: રાજયવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે મોરબીના હળવદના ચરાડવા સબ સેન્ટર ખાતે વેક્સિન રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ચરાડવા સબ સેન્ટર ખાતે વેક્સિન મહા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા તથા મોરબી જિલ્લા સંગઠનના કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર ભાઈ કણજારીયા તથા ચરાડવા ગામના સરપંચ રમેશભાઈ સોનગરા તથા આરોગ્ય અધિકારી તથા ગામના આગેવાનો તથા વેક્સિન લાભાર્થીઓની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો