
હળવદ તાલુકાના કીડી ગામે તીનપત્તીનો જુગાર રમતા ૩ ઇસમોનેં હળવદ પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય છ ઈસમો નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કીડી ગામની સીમમાં નદી કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ પ્રફુલભાઈ નટવરભાઈ કાવર (રહે. રણમલપુર.તા.હળવદ),અશ્વીનભાઈ કરશનભાઈ વામજા (રહે.રણમલપુર), ચંદુભાઈ પરબતભાઇ ઉધરેજા (રહે. કીડી ગામ) નેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય પાંચ ઈસમો અશોકભાઈ ધનજીભાઈ પટેલ (રહે. રણમલપુર), અશોકભાઈ દેવજીભાઈ ઝરવરીયા (રહે. એજાર, તા. ધાંગધ્રા), પંકજભાઈ પ્રાણજીવનભાઈ પટેલ (રહે.કીડી ગામ), લાલાભાઈ શંકરભાઈ પટેલ (રહે.ઈંગોરાળા), રજનિકાંત ગુણવંતરાય (રહે.ઈંગોરાળા), મુન્નાભાઈ ભુદરભાઈ (રહે. ઈંગોરાળા) સ્થાળ પરથી નાશી છુટતા હળવદ પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તથા રોકડ રકમ રૂ.૧૯,૩૦૦ નાં મુદામાલ સાથે ત્રણ ઇસમોનેં ઝડપી પાડેલ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

