હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં નર્મદા કેનાલમાં પગ લપસી જતાં યુવકનું કેનાલમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દીપકભાઈ મહાદેવભાઈ ચારોલા (ઉ.વ.૨૮) ગઈ કાલના રોજ પાંચ ચાલીસ પહેલાંના કોઈપણ સમયે કવાડીયા ગામની સીમમાં નર્મદા કેનાલના પાણીમાં હાથ પગ ધોવા જતાં પગ લપસી કેનાલમાં પડી ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઇ છે.