હળવદ: હળવદનાં આંબેડકર નગરમાંથીં યુવતી લાપતા થયા હોવાની નોંધ હળવદ પોલીસ મથકે કરાઇ
મળતી માહિતી મુજબ હળવદનાં આંબેડકર નગરમાં-૦૧ માં રહેતા હંસાબેન નરેશભાઈ રાઠોડે (ઉ.વ.૪૮)ની દિકરી કીરણ પિતામ્બરભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) ગત તા.૨૧ના રોજ સવારના નવ સાડા નવ વાગ્યાનાં સુમારે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયાં હોય જેથી પુત્રીની માતાએ ગુમ થયેલ હોવાની નોંધ હળવદ પોલીસ સ્ટેશનમાં કરી.
ગુમ થયેલ યુવતી કીરણબેને પીળા રંગનો ડ્રેસ પહેરેલ છે. શરીરે ઘંઉ વર્ણ છે. શરીરે પાતળા બાંધાની છે. જેની ઉંચાઈ આશરે ૪.૫ ફુટ છે. જો આવી કોઇ વ્યક્તિ દેખાઈ તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી.
