હળવદ તાલુકાના ઈશનપુર ગામે બે શખ્સોએ પૈસાની ઉઘરાણી બાબતે ઘરે જઈને આધેડના પરીવારના સભ્યોને ગાળો આપી તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઈશનપુર ગામે રહેતા ડાયાભાઇ લવજીભાઈ પરમાર (ઉ.વ.૬૦. રહે. નવા ઈશનપુર, તા. હળવદ) એ જસપાલસિંહ નિર્મળસિંહ ઝાલા (રહે. કોંઢ ગામ.તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર) તથા પાર્થભાઈ અશોકભાઈ લુવાણા (રહે. હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપી જસપાલસિંહ એ ફોન કરી ફરીયાદીનુ એકાદુ ફેમીલી મેમ્બર ઓછો થઈ જાસે તેવી ટેલેફોનીક ધમકી આપી તથા આરોપી જસપાલસિંહ એ ફરીયાદીના ઘરે જઈ દરવાજે જઈ ફરીયાદી તથા તેના પરીવારના સભ્યો પાસે જઈ રૂપીયાની ઉઘરાણી બાબતે જેમ ફાવે તેમ ગાળો આપેલ અને ફરીયાદીના પુત્ર સાહેદ દિનેશભાઈને મારી નાંખવાની ધમકી આપી આપેલ તથા સાહેદો કોરોનાની રસી લેવા હળવદ આવેલ ત્યારે વેગડવાવ રસ્તે રેલ્વે ફાટક નજીક આરોપી જસપાલસિંહ અને તેનો મિત્ર પાર્થભાઈએ ફરીયાદીના પરીવાર સાથે બોલાચાલી કરી બન્ને આરોપીઓએ ફરીયાદીના પરીવાર ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી જસપાલસિંહની અટક કરી અન્ય એક આરોપી પાર્થભાઈને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.