નીગાહે વલીમે વો તાસીર દેખી બદલતે હજારો કી તકદીર દેખી
(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) હર વર્ષની મુજબ આ વર્ષ પણ અંગ્રેજી તારીખ 3-09-2024 ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ 28 શફર ના રોજ હજરત ગેબનશા વલી (ર.અ.) નો ઉર્ષ મુબારક બહુજ શાનો શોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે જેમાં સાંજે ચાર વાગ્યે તમામ આશિકાને ગેબનશા વલી ની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે સંદલ મુબારક બાદ સાંજે અસર ની નમાજ બાદ તમામ આશિકોને ન્યાજ મુબારક પણ તક્સીમ કરવામાં આવશે ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ ગેબી મિલાદ કમિટી દ્વારા મિલાદે મુસ્તુફા નો નૂરાની જલસો રાખવામાં આવેલ છે તો આ નુરાની મોકા ઉપર તમામ આશિકોએ હાજરી આપી ગેબી સરકારના ફૈજાન થી માલામાલ થશે તેવી ખાદીમ હાજી ઉસ્માનગની હાજી હાસમભાઈ તથા તમામ કાર્યકૅતા ની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે સ્થળ હજરત ગેબનશાપીર દરગાહ શરીફ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી