
આજ રોજ હજનાળી ગામના અગ્રણી એવા શ્રી હંસરાજભાઈ ગામી ના પુત્ર ગોપાલભાઈ ગામી ના મોટા સુપુત્ર એવા ચિ. તન્મય નો તા. 12/12/2021 ના રોજ જન્મદિવસ હોઈ હજનાળી પ્રાથમિક શાળા માં તમામ બાળકોને ભેટ આપી તન્મયના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી.
હાલ કોરોના બાદ જ્યારે 2 વર્ષના અંતરાલે શાળાઓ ખુલી છે ત્યારે ઘણા બધાં બાળકો વાંચન લેખન ભૂલી ગયા હોઈ, ધો. 1 થી 8 તમામ 165 બાળકોને વાંચન સંદર્ભ સાહિત્યની બેસ્ટ બુક છપાવી ને આપી ઉપરાંત ધો. 3 થી 8 બાળકોને કંપાસબોક્સ તથા ધો. 1-2 ના બાળકોને સ્લેટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરી સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને આનંદદાયી ઉજવણી કરવામાં આવી.

શાળા પરીવાર વતી તન્મય ને પુસ્તક આપી અને એના પપ્પા ગોપાલભાઈ ગામી ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
આ અગાઉ પણ 2019 મા હંસરાજભાઈ ગામી ના પરીવાર દ્વારા શાળાના તમામ બાળકોને આશરે રૂ. 62000 ની કિંમતના સ્વેટર ની પણ ભેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત હર હંમેશ શાળા તથા બાળકો માટે જરૂરીયાત ની કોઈપણ વસ્તુ માટે એની ટાઈમ સંપર્ક કરવા માટે હંસરાજભાઈ ગામી તથા એમના પરીવાર દ્વારા જાણ કરેલ છે.
સમગ્ર સમાજ અને દુનિયા સમક્ષ પ્રેરણાદાયી જન્મદિવસની ઉજવણી કરવા બદલ આ તકે હજનાળી શાળા પરીવાર ગામી પરીવાર નો સહ્યદય આભાર વ્યક્ત કરે છે.
