સ્વ. હસુમતીબેન મણીલાલ દવે ની દ્વિતિય પુણ્ય તિથિ નિમિત્તે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા ગરમ કપડાં નું નિઃશુલ્ક વિતરણ
કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા શુભ આશય થી ૨૫૦ સાલ ૨૫૦ ટોપી, 20 જેકેટ, 30 સ્વાટર, 5 મફલર સહિત ગરમ જેકેટ અને ગરમ ટોપી નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
આજરોજ હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા સ્વ. હસુમતીબેન મણીલાલ દવે ની દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે આ કડકડતી ઠંડી માં મધ્ય વર્ગીય પરિવાર ના સભ્યો ને રાહત મળે તેવા શુભ આશય થી ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ગરમ કચ્છી ભરત ભરેલી ઉચ્ચ ગુણવતા વાળી સાલ તેમજ ગરમ અને આકર્ષક ટોપી અને સારી ક્વોલિટી ના જેકેટ અને સ્વેટર એમ કુલ 590+ નંગ ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્ય ની એક વિશેષતા એ હતી કે આ ગરમ કપડાં જેમને જરૂર હતી તેમને તેમના ઘર આંગણે પહોચાળવામાં આવ્યા હતા કોઈ જાહેર વિતરણ કાર્યક્રમ ની જગ્યા એ પાટિયા ગ્રુપ ના સભ્યો દ્વારા તેઓના ઘરે અથવા દુકાને રૂબરૂ જઇને સન્માન પૂર્વક આ ગરમ કપડાં પહોચાડવામાં આવ્યા હતા ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યમ વર્ગીય પરિવાર કે જેઓ ની સીમિત આવક હોઈ છે અને પરિવાર નું ગુજરાન સીમિત આવક માંથી ચલાવવું પડતું હોય છે ત્યારે આ પરિવારો પોતાની વ્યથા કોઈ ને કહી પણ નથી શકતા ત્યારે આવા પરિવારો સુધી આ કડકડતી ઠંડી માં રાહત મળે તેવા શુભ આશય થી ગરમ કપડાં પહોચળવામાં આવ્યા હતા અને સ્વ. હસુમતીબેન દવે ને તેમના પુત્રો ધર્મેન્દ્રભાઈ દવે – જીતુભાઈ દવે અને વિપુલભાઈ દવે (બિલ્ડર અમદાવાદ) દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી