Thursday, April 24, 2025

સ્વરોજગારી માટે સાધન-સહાય આપવાની માનવ કલ્યાણ યોજનાની ટાસ્કફોર્સ કમીટીની બેઠક યોજાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીયા, શાકભાજી વેચાનાર, સુથારીકામ વગેરે જેવા ૨૭ ટ્રેડમાં નાના કદના વેપાર/ધંધા કરતા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ અલગ અલગ કિંમતના સાધનો/ઓજારના સ્વરૂપમાં સહાય આપવા માટે જિલ્લા માથી મળેલ અરજી મંજુર કરવા માટે ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક મળી હતી.

આ બેઠકમાં મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહી જિલ્લામાં ગરીબી રેખા નીચેના લાભાર્થીઓ આ યોજનાથી કોઈ વંચીત ન રહે તે જોવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરને જણાવ્યું હતુ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

વધુમાં ધારાસભ્યએ I.C.E. અંગે જણાવ્યું હતું કે ઈન્ફોરમેશન, કોમ્યુનીકેશન અને એજ્યુકેશનનો લોકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની અન્ય યોજનાઓની માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પાસેથી મેળવી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી.ભાટીયાએ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યને વિગતો આપતા જણાવ્યું કે માનવ કલ્યાણની આ અગાઉની બેઠકમાં ૧૧૩ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે. અને આ બેઠકમાં ૧૫૫ અરજી મંજુર કરવા પાત્ર થાય છે. જેની બેઠકમાં સર્વે સભ્યોએ મંજુર કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી.ભાટીયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર (ક્રેડીટ) વાય.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિપુલભાઈ જીવાણી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હરેશભાઈ દોરાલા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,263

TRENDING NOW