સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ
સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા”એ સૂત્ર ને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાન થી વિસ્થાપિત થયેલ બાંધવો ને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન તા.11/04/2024 ને ગુરુવારે સાંજે 5:00 વાગ્યે જૂના શિશું મંદિર,મનાલી હોટલ વાળી શેરી,નવા બસ સ્ટેશન સામે,મોરબી ખાતે થયેલ છે. આ કાર્યક્રમ માં પ્રેરક ઉદબોધન ડો. જન્તીભાઈ ભાડેસિયા સાહેબ ( પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક – આર એસ એસ) તેમજ પ્રેરક ઉપસ્થિતિ પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય – રાપર) રહેશે.તેમજ પ્રેમ સ્વામિ (સંસ્કાર ધામ – મોરબી) દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે
શ્રી મોહનભાઈ કુંડારિયા (સંસદ સભ્ય – રાજકોટ)
શ્રી વિનોદભાઈ ચાવડા (સંસદ સભ્ય, કચ્છ- મોરબી)
શ્રી જયંતીભાઈ કવાડિયા (ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ),શ્રી કેશરીદેવસિંહ ઝાલા (સંસદ સભ્ય- રાજ્યસભા), શ્રી કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય શ્રી મોરબી માળિયા) શ્રી દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્યશ્રી ટંકારા-પડધરી) શ્રી જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય શ્રી વાંકાનેર)
શ્રી પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય શ્રી હળવદ
ધ્રાંગધ્રા) શ્રી રણછોડભાઈ દલવાડી (જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી) શ્રી મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખશ્રી વિટ્રીફાઈડ ટાઇલ્સ મેન્યુ. એસો -મોરબી) શ્રી હરેશભાઈ બોપલિયા (પ્રમુખશ્રી વોલ ટાઇલ્સ મેન્યુ. એસો.- મોરબી)
શ્રી વિનોદભાઈ ભાડજા (પ્રમુખશ્રી ફ્લોર ટાઈલ્સ મેન્યુ.એસો – મોરબી)
શ્રી કિરીટભાઈ ઓગણજા (પ્રમુખશ્રી સેનેટરીવેર્સ મેન્યુ એસો.- મોરબી)
શ્રી વિપુલભાઈ કોરડિયા (પ્રમુખ શ્રી પેપરમિલ એસો.મોરબી)
શ્રી જગદીશભાઈ પનારા (પ્રમુખ શ્રી પોલીપેક એસો.મોરબી)
શ્રી શશાંકભાઈ દંગી (પ્રમુખ શ્રી ક્લોક એસો.મોરબી) ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અંતર્ગત વિસ્થાપિત હિન્દુ સહાયતા સમિતિ ની રચના કરવામાં આવેલ છે.આ સમિતિના સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ સચિવ જે. પી. જેસવાણી અને સહ સચિવ ચંદનસિંહ સોઢા રહેશે.
