નાતાલ પર્વની સાથે ભારતીય સંસ્કૃતિનુ પવિત્ર છોડ તુલસી દીવસ ની ઉજવણી કરાશે.

સાર્થક વિદ્યામંદિરમાં છઠ્ઠો તુલસી દિવસ ઉજવાશે
(સાથે અટલ ટીંકરિંગ લેબનું ઉદ્ઘાટન થશે)
• આગામી ૨૫ ડિસેમ્બર શનીવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
• આ વખતે શાળા દ્વારા પાંચમો તુલસી દિવસ ઉજવાશે.
• પાંચ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
• ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી.
• આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણી સાથે સાથે સાર્થક વિદ્યામંદિરમાં

(1)તુલસીના રોપા અને માંજરનું વિતરણ
(2)નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન/નિરંતર યજ્ઞ
(3) સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન
(4) વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ
(5) વિવિધ વિષયો પર પ્રદર્શની…વગેરે કાર્યક્રમોનું આયોજન થશે.
માસ્ક અને સામાજિક અંતરના પાલન સાથે મોરબીની જનતાને જાહેર આમંત્રણ ફાળવવામાં આવ્યું છે.
