ટંકારા વિસ્તારમાં સાધુના વેશમાં લૂંટ ચલાવનાર અને જામનગર જીલ્લાના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતા આરોપીને ઝડપી લેવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે.
ટંકારા પોલીસે બાતમી આધારે ટંકારા વિસ્તારમા સાધુના વેશમા લૂંટ ચલાવવાના ગુન્હા સંડોવાયેલ છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપી રાજુનાથ નટવરનાથ પઢીયાર રહે.હાલ પીપળજગામ શંકર ભગવાનના મંદિર પાસે તા.અમદાવાદ મુળ રહે. ગણેશપુરા તા. દહેગામ જી.ગાંધીનગરવાળોને અમદાવાદના એક્સપ્રેસ હાઈવે લાલગેબી સર્કલ નજીકથી ઝડપી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર થયાની કબૂલાત આપતા પોલીસે અટકાયત કરી જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.