સાંદિપની સ્કૂલ ક્રિકેટ એકેડમી માંથી સોનગ્રા દૃષ્ટિ અનીલભાઈ (ઉ. વ.૧૧) એ ઓપેનીંગ બેટ્સમેન તરીકે ગુજરાત રાજ્ય કક્ષાએ SGFI કેમ્પ પસંદગી મેળવી.
સવિનય શ્રી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ હળવદ માં સોનગ્રા દૃષ્ટિ અનીલભાઈ (ઉંમર વર્ષ – ૧૧) ની (SGFI)’ ગુજરાત રાજ્ય સીઝન ક્રિકેટ – U- ૧૭’ માં ઓપનર બેટ્સમેન તરીકે પસંદ થયેલ છે. જે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાગુજરાત રાજ્ય ના તમામ જિલ્લાઓની સ્કૂલ માંથી જિલ્લા કક્ષાએ પસંદગ પામે વિદ્યાર્થિની ઓ નો ગુજરાત ની ટીમ માં પસંદગી માટે નો કેમ્પ પોરબંદર ખાતે યોજાયેલ હતો. જે કેમ્પમાં અંદાજે ૧૨૦ વિદ્યાર્થિની ઓ આવેલ હતી. જેમાંથી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ – હળવદ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સોનગ્રા દૃષ્ટિ અનીલભાઈ (ઉંમર વર્ષ – ૧૧) ની ‘ ગુજરાત રાજ્ય સીઝન ક્રિકેટ – U- ૧૭’ (SGFI) માં ઓપનિંગ બેટ્સમેન તરીકે પામેલ છે. જે બદલ સાંદિપની માં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી હિતેનભાઈ ઠક્ક ર, શ્વેતાબેન ઠક્કર તથા આચાર્ય – શિક્ષણગણ સાથે કોચ હરપાલસિંહ પઢિયાર તથા દુષ્યંત દંગી એ તમામ ને અભિનંદન પાઠવેલ છે. દૃષ્ટિ ની કારકિર્દી માં સૌથી વધુ મહેનત કરનાર તેના પિતાશ્રી અનીલભાઈ જેઓ બે વર્ષ થી દીકરી ને આગળ વધારવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં દૃષ્ટિ ને સફળતાં મળતા ખુશી વ્યક્ત કરેલ છે. સાથે સાથે સીઝન ક્રિકેટ માં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પઠાવવામાં આવી.