શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આયોજિત કોરોના વેકસિન રસીકરણ કેમ્પ યોજાશે
(અહેવાલ: મયુર પિત્રોડા) મોરબી શહેર અને મોરબી તાલુકાના ગામ્ય વિસ્તારમાં રહેતા સમસ્ત લુહારજ્ઞાતિ બંધુઓને શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા જાણ કરવામાં આવે છેકે હાલ કોરોના સંક્રમણે મોરબી પંથકમાં ભરડો લીધેલ છે. ત્યારે સમાજ પ્રત્યે સહિશ્રુતાના ભાગરૂપે મોરબી શહેર અને મોરબી ગામ્ય પંથકમાં વસતા સમસ્ત લુહારબંધુઓ માટે તા.08/04/2021 ગુરૂવારે સવારના 08:30 થી સાંજના 05 વાગ્યા સુધી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરેલ છે.
આ રસીકરણમાં વેકસિનની માત્રા મર્યાદિત સંખ્યામાં હોય તેથી વહેલાસર આપનું નામ નિચે દર્શાવેલ કોન્ટેક નંબર પર નોંધાવી લેશો. અને આ કેમ્પમાં રસીકરણ માટે ઉંમર 45 વર્ષ કે તેથી ઉપર હોય તેજ લુહાર જ્ઞાતિજનો એ ભાગ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી કારોબારી સભ્ય મનસુખભાઈ રાઠોડ મો. 9879231319, શ્રી સોરઠિયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ મોરબી ટ્રસ્ટ્રી મુકેશભાઈ પિઠવા મો. 9879910772, લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના મોરબી શહેર પ્રમુખ વિનોદભાઈ કવૈયા મો. 9824590781 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
