સત્યની સાથે પારદર્શક ભુમિકામાં મીઠાપુર પોલીસ
જાણવા મળતી વિગત અનુસાર મીઠાપુર પોલીસ સ્ટેશનમાં હાલના પીઆઈ ટી સી પટેલ સાહેબ , પીએસઆઈ ડી એન વાંજા સાહેબ અને પીએસઆઈ આર પી રાજપુત સાહેબ અને પોલીસ સ્ટાફ કર્તવ્ય અને ફરજ પ્રત્યેની કડક કામગીરી કરી રહી હોય જેમકે ટ્રાફિક સમસ્યા અને અનેક વિસ્તારમાં ફુટ પેટ્રોલીગની અને સાથે ઈંગ્લિશ અને દેશી દારૂ અને જુગાર જેવી ગેરકાનુની પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોને પકડી પાડી કાયદાકીય કાર્યવાહી કરેલ હોઈ, અગાઉ પણ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ટી સી પટેલ સાહેબની સુચના દ્વારા શંકાસ્પદ વ્યકિતઓને રોકી અને આ વ્યક્તિ આલ્કોહોલીક નશો કરીને વાહન નથી ચલાવતા એ બ્રેથ એનેલેઝર દ્વારા ચેકિંગની કાર્યવાહી પીએસઆઈ ડી એન વાંજા સાહેબ, કિશોરસિંહ જાડેજા, સુનિલભા, ભરતભાઈ વગેરે સ્ટાફે કરેલ હોઈ અને સાથોસાથ તારીખ 24/9/24ના રોજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અનેક જગ્યાએ ગેરકાનુની પ્રવૃતિ અંગે રેડ કરી અને અનેક દેશી બનાવટનો દેશી દારૂ અંગેની ગુન્હાહિત પ્રવૃતિ કરતા ગુન્હેગારો સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે આમ અહીંના સ્થાનિક લોકો મીઠાપુર પોલીસની પારદર્શક કાર્યવાહી પણ જોઈ શકે છે અને સાથોસાથ હવે ગુન્હાહિત પ્રવૃત્તિ અટકી હોય એવી પ્રજામાં હર્ષની લાગણી છે એવું લોકમુખે ચર્ચાય રહ્યું છે. જેથી જ કહી શકાય કે સત્યની સાથે પારદર્શક ભુમિકામાં મીઠાપુર પોલીસ.