Wednesday, April 23, 2025

શ્રી હજનાળી પ્રા. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement
  1. શ્રી હજનાળી પ્રા. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ તારીખ 28/06/2024 નાં રોજ શ્રી હજનાળી પ્રા. શાળા (તા.જી.મોરબી) મુકામે બાલવાટિકા અને ધોરણ 1 નાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકશ્રી રામાણી સાહેબ, સિડીપીઓ બેનશ્રી ભાવનાબેન ચારોલા તથા crc કો. ઓર્ડી. શ્રી બાબુલાલ દેલવાડીયા ની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો.

શાળામાં પ્રવેશ પામતા બાળકો માટે ગામના જ અગ્રણી એવા અરજણભાઇ ગામી દ્વારા આશરે 15000 ની કિંમતના બેગ, સ્લેટ, કીટ ઉપરાંત 5000 રૂપિયા રોકડા બાળકો માટે ભેટ આપી શાળાના ભામાશા તરીકે શાળા સાથે ઊભા રહ્યા હતા. જેમનું આ તકે સાલ ઓઢાડી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ અગાઉ બાળકોને આશરે 80000 ની કિંમતના સ્વેટર દાન કરનાર દાતા એવા નયનભાઈ રવજીભાઈ ગામી વતી એમના અદા જીવરાજભાઈ ગામી નું પણ આ તકે સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષમાં સરપંચશ્રી મહેશભાઈ પારેજીયા તરફથી 1000, જીવરાજભાઈ ગામી તરફથી 1000, મગનભાઈ સુતરીયા તરફથી 500 રૂપિયા શાળાને ભેટ પણ મળેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ સંતોષ બાબરીયા તથા સંજના મકવાણા દ્વારા શિક્ષિકા બેનશ્રી સપનાબેન પીઠડિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના શિક્ષકશ્રી અમિતભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી સંજયભાઈ ગઢવી, મદદનીશ શિક્ષકશ્રી મોહિતભાઈ ચનિયારા, ગોરધનભાઈ પરમાર, અશ્વિનભાઈ ચાવડા તથા દક્ષાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સરકારશ્રી દ્વારા આપેલ સાહિત્ય નિદર્શન કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેનાર સર્વે ગ્રામજનો, વાલીઓ, smc સભ્યો તથા તમામ લોકોનો શ્રી હજનાળી શાળા પરિવાર સહ્યદય આભાર પ્રકટ કરે છે..

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW