Friday, April 25, 2025

શ્રી ભોજપરા પ્રા શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત તાજ ફર્નિચરની મુલાકાત કરાવવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

શ્રી ભોજપરા પ્રા શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત તાજ ફર્નિચરની મુલાકાત કરાવવામાં આવી.

જેમાં તાજ ફર્નિચરના પાર્ટનર અકબરભાઈ વકાલીયા એ ફર્નિચરના તમામ મશીનો અને તેમાં વપરાતા કાચા માલ વિશે સંપૂર્ણ માહિતી આપી. આ ઉપરાંત તેમણે દરેક મશીનમાં કેવી રીતે કાર્ય થાય છે તે બાળકોને થિયરી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવ્યું. જેમાં સૌપ્રથમ ફર્નિચર માટેની સીટ છે એને કટીંગ કરવા માટેનું મોટું મશીન છે તે બતાવવામાં આવ્યું અને કેવી રીતે સીટ કટીંગ કરે છે તે પણ પ્રેક્ટીકલ દ્વારા સમજાવવામાં આવ્યું .આ ઉપરાંત અત્યારે એલ્યુમિનિયમ સેક્શન માંથી જે બારી બારણા ના ફરમા વગેરે બનાવવામાં આવે છે તે એલ્યુમિનિયમ ની પટ્ટીને સૌપ્રથમ કેમિકલ વાળા પાણીમાં ત્યારબાદ સાદા પાણીમાં બોળી અને સાફ કરવામાં આવે છે જેથી કરીને તેના ઉપર લાગેલ ડસ્ટ અને ઓઇલ સાફ થઈ જાય છે .ત્યારબાદ તેને એક ખૂણામાં ત્રણ ચાર કલાક માટે સુકાવા દેવામાં આવે છે ત્યારબાદ તેના મશીનમાં તેના ઉપર પાવડર ફોર્મ માં કલર કરવામાં આવે છે ત્યારબાદ તેને તેના સ્પેશિયલ હીટર ની અંદર એ કલરનને સુકવવામાં આવે છે તેના કટીંગ વાળા મશીનમાં એ પટ્ટીને કટીંગ કરી અને બારી તૈયાર કરવામાં આવે છે કટીંગ કરવાનું મશીન પણ તેમણે ચાલુ કરી અને ૪૫ ડિગ્રી કેવી રીતે કપાય અને 90 અંશ નો કાટખૂણો કેવી રીતે બને અને સરસ મજાની બારી તૈયાર થાય છે એ પણ ગણિતને અંદર જોડીને સમજાવ્યું .આ માહિતી ૬ થી ૮ ના બાળકોને ત્રણ ટીમની અંદર અકબરભાઈએ ત્રણ વખત બધું જ થીયરી અને પ્રેક્ટીકલ બંને રીતે બહુ સારી રીતે સમજાવ્યું ત્યારબાદ બધા જ બાળકોને સાથે બેસાડીને પોતે પહેલા જે કંપનીની અંદર કામ કરતા હતા એ કંપનીની અંદર પણ કેવી રીતે કામ કરવામાં આવતું હતું આ કંપની છે તે ઘરઘંટી બનાવતી હતી એ ઘરઘંટી બનાવવામાં કંપનીના ચડાઉ ઉતરાણ ,કેવી કેવી પરિસ્થિતિ આવી શકે એ બધી જ માહિતી અકબરભાઈએ ખૂબ સારી રીતે સમજાવી .આ વિઝીટ ને અંતે અકબરભાઈએ બાળકોને સરસ મજાની ફુલ સ્કેપ નોટબુક બોલપેન અને ચોકલેટ આપી અને બાળકોને ખૂબ રાજી કર્યા આ વિઝીટ માટે અમે ભોજપરા પ્રાથમિક શાળા નો સ્ટાફ બાળકો બધા જ અકબરભાઈ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW