શ્રી બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા મોરબી માં તા.૯ ઓકટોમ્બર થી નારી તુ નારાયણી… મહિષાસુરમર્દિની ની ભવ્ય થીમ પર આધારીત દુર્ગા પુજાનું વિરાટ અને શાનદાર આયોજન
મોરબી માં નવરાત્રીના છઠ્ઠા દિવસથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને હર એક નારી ની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગા ના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા મહોત્સવનું છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.
નારી શિકત ના મહાન ઉત્સવ સમાન દુર્ગા પુજાનો મુળસાર એ છે કે હર એક નારીની અંદર એક ખાસ શકિત રહેલી છે એ શિંકત ને જાણવાનો અને તેનો અહેસાસ કરવાનો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસુરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ, અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચીત છે જરૂર છે માત્ર અંદરની શકિતને ઓળખવાની અને તેનો યોગ્ય સમય પર યોગ્ય ઉપયોગ કરવાની.
દુર્ગા પુજામાં બલ,બુધ્ધી,જ્ઞાન,સમજ,વિવેક,ન્યાય,સત્ય અને જીવનને ઉચ્ચધ્યેય નો મહા સંગમ છે ૫ દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુરમર્દિની માં દુર્ગાના વિરાટ રૂપના દર્શન,સૌમ્ય દેવી સરસ્વતીના,સમુધ્ધી અને યશના દેવી લક્ષ્મીના,વિધ્યા અને બુધ્ધીના સ્વામી ગણેશજીના,શૌર્ય અને બલના સ્વામી કાર્તિકેયજીની પુજા સ્તૂતી અને આરતી અને તમામ સંસ્કૃતીક કાર્યક્રમોનો મહા સંગમ છે,
મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૯ ઓકટોમ્બર થી તા.૧૩ ઓકટોમ્બર સુધી ૫ દિવસ શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા આઠ માં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવશે. તો આ દુર્ગા પુજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમીટી તરફથી પાઠવવામાં આવે છે.
દુર્ગા પુજાને લગતી કોઈપણ માહિતી જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ(કાર્તિક) રાવલનો Mo.7990215099 પર સંપર્ક કરી શકો છો.