શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર નું ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલને સમર્થન.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ મોરબીના સેવાભાવી અને ભામાશા એવા ઓઆર પટેલના પુત્ર અને ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલ પર લાંછનો લાગી રહ્યા છે. ક્યારે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે.
ત્યારે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર દ્વારા જણાવવામાં આવ્યું કે સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામ વિકાસ, જળસંચય, ચેકડેમ તળાવ નિર્માણ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા કાર્યો વગેરેમાં અગ્રેસર ઉપરાંત વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે પોતાનું જીવન પોતાના પિતા ઓ આર પટેલની જેમ જ મોરબી વાસીઓ માટે સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું છે. ત્યારે આવા ભામાશા ના સમર્થનમાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર એ સમર્થન પૂરું પાડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ મહિનાથી કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો હોય ત્યારે કોર્ટની અંદર ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે સેરેન્ડર કર્યું હતું. બાદ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર તેમજ મોરબી વાસીઓનો સપોર્ટ જયસુખભાઈ પટેલને મળી રહ્યો છે.