Tuesday, April 22, 2025

શોભેશ્વર રોડ પરથી રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસે શોભેશ્વર રોડ પરથી રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ને ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ સંયુકતમાં બાતમી મળેલ કે, રાજુભાઇ બાબુભાઇ કોળી રહે.મોરબી કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ-૫૪ રહે. મોરબી, શોભેશ્વર રોડ, મફતીયાપરામાં, અબ્દુલભાઇ મામંદભાઈ જુણાજ ઉવ-૫૬ રહે. મોરબી, જુના બસસ્ટેન્ડ પાસે, ધાંચી શેરી, સફીર તારમહમંદભાઈ મોટલાણી ઉવ-૪૯ રહે.મોરબી સબજેલ પાછળ, બોરીચાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-૫૭ રહે. મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં, બ્લોક ન.૨૩૧, ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-૪૮ રહે. મોરબી મકરાણીવાસ, રોહીલાપીરની દરગાહ પાસે મોરબીવાળાને રોકડ રૂ.૬૦,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW