શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ – દ્વારકા
દ્વારા ચકલી ના માળા તેમજ પાણી ના કુંડા નું નિઃશુલ્ક (ફ્રી) વિતરણ આજ રોજ તા ૭-૪-૨૪ ના રવિવાર ના કરવામાં આવેલ હતું.



હાલ માં હવા પ્રદૂષણ તેમજ અવાજ પ્રદૂષણ ના કારણે ચાકલીઓ તેમજ અનેક નાના પક્ષીઓ લુપ્ત થવાને આરે છે ત્યારે લોકોમાં ચિચિબાઈ ચકલી ની વિશેષ જાગૃતતા કેળવાઈ તેવા શુભ હેતુસર દ્વારકા ની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજે ૪૦૦ જેટલા ચકલી ના માળા ૪૦૦ તેમજ પાણી ના કુંડા નું નિઃશુલ્ક (ફ્રી) વિતરણ તા. ૭-૪-૨૪ ના રવિવાર ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે હોટેલ શિવ ત્રણબતી ચોક પાસે કરવામાં આવેલ હતું.



જેમાં ઉપસ્થિત સ્વામિનારાયણ આશ્રમ ના ગોવિંદ પ્રસાદ સ્વામી, જે. પી. સ્વામી, ધરમસિભાઈ સામાનણી, તેમજ અશ્વિનભાઈ ગોકાણી, હિંડોચા સાહેબ, પરેશભાઈ ઝાંખરિયા, ચંદુભાઈ બારાઈ, રવીભાઈ બારાઇ, વિજયભાઈ ભાયાણી, ટાકોંદરા સાહેબ, હરીશ દરજી, લખુભાઈ સોમૈયા, મિત્તલ ભાઈ વિઠલાણી, નિમેષ ભાઈ ભાયાણી, નરેન્દ્રભાઇ રાયમંગિયા, નરેન્દ્રભાઈ કકડ, મનોજભાઈ સામાણી, રાજુભાઈ રવાણી, રાજુભાઈ રૂપારેલિયા, મનીષભાઈ જોશી, વિમલ ભાઈ ચૌહાણ, તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના ઈશ્વરભાઈ ઝાંખરિયા અને હિરેનભાઈ ઝાંખરિયા ઉપસ્થિત રહ્યાં .