માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવકને ગોળી વાગતાં યુવકનું મોત નિપજ્યું હતું. જે બનાવ અંગે માળિયા (મીં) પોલીસ અને પરીવારને ગુમરાહ કરવા અને હત્યાનો ભેદ છુપાવવા બે શખ્સોએ એક સ્ટોરી ઘડી જેમાં શિકાર કરવા જતા હતા તે સમયે યુવક થી મીસ ફાયરિંગ થતા ગોળી વાગતાં યુવકનું મોત નિપજ્યું હતું. પરંતુ હાલ મૃતકના પિતા ગુલામહુશેનભાઈ અબ્દુલભાઈ પીલુડીયા (ઉ.વ.૬૨) રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૦ મધુરમ ક્લિનિક સામેની શેરી મોરબીવાળાએ આરોપી અસલમભાઇ ગફુરભાઈ મોવર રહે. વાવડી રોડ મોરબી તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા વસીમભાઇ તથા આરોપીઓ અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંધુક કાઢી લોડ કરેલ અને તેઓ શીકારની રાહમાં હતા તે વખતે શીકાર આવી જતા ફરીયાદીના દિકરા વસીમને શીકાર કરવા બાબતે આરોપી અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા સાથે બોલાચાલી જગડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડાએ દેશી બંધુકમાંથી ભડાકો કરી ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.