વાવડી ગામના રહેવાસી નીલેશ.પી.આહીર જાગૃત યુવા આગેવાન એ મોરબીની ટ્રાફિક સમસ્યાને લઈને મોરબી જિલ્લા પોલીસવડા ને લેખિતમાં રજૂઆત કરી.
- તેમને રજૂઆતમાં જણાવ્યું હતું કે,
જય ભારત સાથ જણાવવાનું કે મોરબી વિસ્તાર માં ઘણા સમય થી ટ્રાફિક ની સમસ્યા રહે છે, જેમાની ઘણી સમસ્યા નો આપની કચેરી દ્વારા હલ કરવામાં આવેલો છે,પરંતુ હાલ માં વાવડી ગામ થી મોરબી આવવા માટે વચ્ચે આવતી વાવડી ચોકડી એ સવાર અને સાંજ ના સમયે બવ મોટો ટ્રાફિક જામ રહે છે,તેને કારણે લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે,આ ટ્રાફિક ના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ આ ટ્રાફિક માં ફસાઈ જાય તો આ એક ગંભીર બાબત કહેવાઈ આને કારણે લોકો નો જીવ પણ જઇ સકે છે,
આ બાબતે ટૂંક માં દર્શાવતા આપ સાહેબ ને વિનંતી કરવાની કે જેવી રીતે રવાપર ચોકડી,રાજપર-સનાળા ચોકડી ઉપર ઊભી કરેલી પોલીસ જવાન માટે ઠંડી તડકો કે વરસાદ થી રક્ષણ મળી રહે તેવી એક સ્થાયી મિનિ પોલિસ છાવણી બનાવી છે, તેવી રીતે વાવડી ચોકડી એ પણ મિનિ પોલિસ છાવણી બનાવી 24 કલાક પોલિસ તૈનાત કરવાની સાથે ટીઆરબી જવાન રાખી વાવડી ચોકડી એ થતો ટ્રાફિક નો પ્રશ્ન હલ કરવા માટે આપ સાહેબ સમક્ષ રજૂઆત કરીએ છીએ.
જાગૃત યુવા-મોરબી
નકલ રવાના;
1) મોરબી-માળીયા વિસ્તાર ના ધારાસભ્ય(કાંતિલાલ અમૃતિયા)
2) 66,ટંકારા વિધાનસભા ના ધારાસભ્ય (દુર્લભજીભાઈ દેથરીયા)
3) ગૃહ વિભાગ ગાંધીનગર-ગુજરાત
4) જિલ્લા માહિતી કચેરી-મોરબી
5) કલેક્ટર ઓફિસ-મોરબી
6) સી.એમ ઓફિસ-મોરબી
7) તમામ પત્રકાર-ઓફિસ-ગુજરાત