વ્યાજ વટાવ ના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી વાંકનેર પોલીસ.
વાંકાનેર ના હસનપર વિસ્તારમાં રહેતા એક યુવકની ફરિયાદ ના આધારે પોલીસે વ્યાજ વટાવ ના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડયા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર માં હસનપર વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવક ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા એ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આ કામના આરોપી ભરતભાઈ ચોંડાભાઈ પરસોંડા અને સુરેશભાઈ ભલાભાઈ ડાભી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આ બંને આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે.