મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયરાજભાઇ જીવણભાઇ સવસેટા (ઉ.વ.૨૪) રહે.દેવગઢ તા.માળીયા(મી) વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.