Tuesday, April 22, 2025

વ્યાજખોરો સાથે સાથે લુટારુઓ પણ બેફામ : ખોખરા હનુમાન રોડ નજીક લૂંટ નો બનાવ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખોખરા હનુમાન પાસે રોડ પર બે બાઈક પર ચાર શખ્સો આવી છરી વડે હુમલો કરી યુવાન પાસેથી રોકડ અને મોબાઈલ સહીત કુલ રૂ.૧૨,૫૦૦ ની લૂંટ ચલાવી કારમાં નાસી ગયા હતા જે અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ઇનવોલ સીરામીક ફેકટ્રીની ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા અમનભાઈ અંબારામ કુશવા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચાર આરોપીઓ મળી બે મોટર સાઇકલ ઉપર આવી ફરીયાદીના ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેમ કહી ધમકી આપી ફરીયાદીનો ઓપો કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- અને રોકડા રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૨૫૦૦/- ના મુદામાલની લુટ કરી નાશી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસે લૂંટના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW