માળીયામિંયાણાના વેજલપર ગ્રામ પંચાયત દ્વારા આજે નવનિયુક્ત યુવા સરપંચ હરેશ કૈલાની આગેવાની હેઠળ હજુ સરપંચનો ચાર્જ સંભાળ્યો નથી તે પહેલા જ કુવા બોર સહીતની વર્ષોજુની પાંચેક ઈલેકટ્રીક દેડકા મોટરોને યુધ્ધના ધોરણે બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી જે પુરજોશમાં શરૂ કરાયેલ કામગીરી બે કલાકની જહેમત બાદ પાંચેક દેડકા સહીતની ઈલેકટ્રીક મોટરો બહાર કાઢીને ગામના યુવા સેવાભાવી કે જેમને ગામના કાર્ય માટે પોતાના વાહનની ફી સેવા આપવા તત્પર રહેવા વિપુલભાઈએ જણાવતા તુરંત તેઓએ તેમની રિક્ષામાં ભારેખમ પાંચેક મોટરોને હળવદ લઈ જવા રવાના થયા હતા.

આમ આ વખતે વર્ષો બાદ વેજલપર ગામની રોનક બદલવા મહેનતુ ઈમાનદાર અને નિષ્ઠાથી કામગીરી કરે તેવી પંચાયત બોડી મળી હોય તેવુ ચાર્જ લીધા પહેલા જે કામગીરી હાથ ધરાઈ છે તેના પરથી કહી શકાય અને વર્ષો જુની કામગીરી બે કલાકની અંદર જ કરી બતાવતા ઉડીને આંખે વળગે તેવી કામગીરીએ આગામી સમયમાં યુવા સરપંચ કંઈક હટકે કામગીરી કરે તો નવાઈ નહી કેમ કે સરપંચની સાથે કોઈ હોદા કે સ્વાર્થ વિના ગામના ઘણા સેવાભાવી લોકો મેદાને આવી મદદરૂપ બની રહ્યા છે તે સરાહનીય બાબત છે જેથી ગામનું ચિત્ર બદલાઈ તેવુ વર્ષો બાદ આજે કામગીરીનુ ચિત્ર જોવા મળ્યુ હતુું જેમા સરપંચ ઉપસરપંચ સહીતની બોડી સાથે ગામના યુવાનો કામે લાગતા સાથી હાથ બઢાના સૂત્રને સાર્થક કરી ગામના યુવાનોએ સરપંચ સાથે ખંભેખંભો મિલાવી વિકાસના કામો હોય કે સામાજિક સેવાકીય પ્રવૃતિ હરપલ સાથે રહેવા આહવાન કરી સાથ સહકાર આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, ગામના વિકાસને વેગવંતો બનાવવા વર્ષો બાદ વેજલપર ગામને શ્રમ મહેનત સાથે વિકાસને ચાર ચાંદ લગાવે તેવા સરપંચ મળ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યુ છે તેઓનુ સપનુ ગામની રોનક બદલી ગામને એક આદર્શ ગામ બનાવવાનુ છે જેમા ગામને સીસી કેમેરાથી સજ્જ સાફસુથરૂ રાખવા સહીતની મહત્વની કામગીરી કરવાની નેમ છે ત્યારે આજે વિકાસનું એક કદમ આગળ ધપાવવા પ્રથમ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા સરપંચ સાથે યુવાનો હળીમળી કામે લાગ્યા હતા