વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા માં ષષ્ઠીપુરતી વર્ષ એટલે કે વિહીપ ને જ્યારે ૬૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ભારતભર ના દરેક જિલ્લા ના દરેક પ્રખંડ માં વિરાટ હિન્દૂ સંમેલન નું આયોજન કરવાનું હોય ત્યારે આપણા મોરબી જિલ્લા ના ટંકારા પ્રખંડમાં, વાંકાંનેર પ્રખંડમાં તથા મોરબી પ્રખંડમાં પણ હિંદુ સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ટંકારા પ્રખંડમાં સંત શ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા, સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે દ્વારા વિહીપ વિશે થોડી માહીતી આપી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગર વિભાગ ના સમાજીક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા કે જે આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા હતા તેમને પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. આ કાર્યક્રમ માં વિભાગ તથા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રbhai સવસાણી, પરેશભાઈ તન્ના, ટંકારા ના કાર્યકર્તા યોગીરાજસિંહ એ કાર્યક્રમ ને સફળ કરવા ખુબ મહેનત કરી હતી.
એવી જ રીતે વાંકાનેર પ્રખંડમાં ગાયત્રી શકિત પીઠ મંદીર ખાતે પણ હિન્દૂ સંમેલન યોજવામાં આવ્યું હતુ જ્યાં મંદિરના સંત અશ્વિન બાપુ તથા ભુરયા હનુમાનજી ની જગ્યા ના મંહત શ્રી સતિષબાપુ માધવાચારય દ્વારા આશીર્વચન આપવામા આવ્યું હતુ તયારબાદ વિહીપ મોરબી જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે વિહીપ ના ષષ્ઠીપુરતી વર્ષ પુરા કર્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ દ્વારા પણ વિહીપ ની થોડી માહીતી આપી વધુ લોકોને વિહીપમાં જોડવા આહવાન કર્યું હતું. મોરબી જિલ્લા બજરંગદળ સહ સંયોજક મહેશભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વાકાનેર પ્રખંડ બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરાએ ખુબ મહેનત કરી હતી.બધા લોકો માટે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.