વિશ્વ શાંતિ માનવ સેવા સન્માન – ૨૦૨૨ થી ડૉ ગુલાબચંદ પટેલ થયા સન્માનિત :

મહાત્મા ગાંધી મંદીર ગાંધીનગર ખાતે સેક્ટર ૧૪ માં નિવાસ કરતા સામાજિક કાર્યકર વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર, આત્મહત્યા નિવારણ કાર્યકર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના જન્મ દિવસ નિમિતે વિશ્વ શાંતિ માનવ સેવા સમિતિ આગ્રા ઉત્તર પ્રદેશ દ્વારા “વિશ્વ શાંતિ માનવ સેવા સન્માન – ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ ગુલાબચંદ પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા તથા સામાજિક કાર્યકર અને સાહિત્યકાર અને પત્રકારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અભિનંદન
ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377