માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર વિર વિદરકા ગામ નજીકથી છરી સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર વિર વિદરકા ગામ નજીક આરોપી જાવેદભાઈ હૈદરઅલી જામ (ઉ.વ.૨૪.રહે. ભીમસર વાંઢ, ચંદ્રોદય હોટલ પાછળ, માળીયા (મી) ) નામનો યુવાન શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.