ટંકારા તાલુકાના વિરપર ગામે કોહવાય ગયેલ હાલતમાં યુવકની લાશ ઘરમાંથી મળી આવી હતી. આ અંગે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા જીતેન્દ્રભાઇ માવજીભાઈ ચાવડા (ઉ.વ.36) આશરે બે-ત્રણ દિવસ પહેલા કોઈ કારણસર ગુજરી ગયેલ હોય જેથી લાશ કોહવાય ગયેલ તેના ઘરે પડેલ હતી. તેવુ જાણવા મળતાં પોલીસે નોંધ કરી યુવકનું મોત કેવી રીતે નિપજ્યું તે જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.