Friday, April 25, 2025

વિરપરડા ગામે બોઈલરનીરાખથી દાઝી જતા મહિલાનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના વિરપડા ગામની સીમમાં બોઈલરની રાખથી દાઝી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વિરપરડા ગામની સીમમાં ઇટાલવા વુડ્સ કારખાનામાં રહીને કામ કરતા મૂળ જામનગરના વતની હંસાબેન મહેશભાઈ જોષી (ઉ.વ.૫૫)નામની મહિલા ગત તા.૧૦ જુલાઈનાં રોજ સવારમાં પાન-માવા વાળી કેન્ટીને માવા લેવા જતા હતા અને વરસાદના લીધે ગ્રાઉન્ડમાં કાદવ હોય જેથી તે ટુંકા રસ્તે જ્યાં કંપનીની બોઈલરની રાખ ઠંડી થવા રાખેલ હોય જે રાખ ઠંડી થઇ ગયેલ હશે તેમ માની હંસાબેન તેના પરથી ટુકા રસ્તેથી જતા બોઈલરની રાખ ઉપરથી ઠંડી હોય પણ નીચે ગરમ હોય જેથી હંસાબેન નીચે બેસી જતા શરીરે દાઝી જતા તેનુ ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,502,348

TRENDING NOW