Wednesday, April 23, 2025

વાવડીના કબીર આશ્રમ નજીક ઘાયલ વાછરડાને સારવાર અપાવી નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપે માનવતા મહેકાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાછળ શ્વાનોએ વાછરડાને લોહીલુહાણ કરી નાખવામાં આવ્યું હતું. જેની જાણ વાવડી નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપને જાણ થતાં તેઓ તાત્કાલીક પહોંચી પશુપાલન વિભાગમાં જાણ કરી હતી. અને ડોક્ટરની ટીમે ઘાયલ વાછરડાની સારવાર આપી હતી. ઈજાગ્રસ્ત થયેલ વાછરડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ માધવ અંધ અપંગ ગૌશાળામાં પહોંચાડવામાં આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાવડી નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અવિરત ગૌ સેવા કરવામાં આવે છે.  અને ગ્રુપ દ્વારા દર 15 દિવસે રખડતી રજળતી ગાયોને લીલો ઘાસચારો વિતરણ કરવામાં આવે છે. ત્યારે ઘાયલ વાછરડાને યોગ્ય સારવાર આપી જીવ બચાવી અપાવી ગ્રુપે માનવતા મહેકાવી હતી.

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW