હળવદ તાલુકાના મયુરનગર ગામે વાડામાં કામ કરતી મહિલાની એકલતાનો લાભ લઇ બાવડું પકડી એક શખ્સે બીભત્સ માગણી કરતા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેણાક મકાનની પાછળના ભાગે વાડામાં મહિલા કામ કરતી હતી ત્યારે એકલતાનો લાભ લઇ આરોપી વાસુર અમરશીભાઇ દેવીપુજક (રહે. મયુરનગર.તા. હળવદ) નામના શખ્સે મહિલા અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં ફરિયાદીનું બાવડું પકડી બિભત્સ માંગણી કરી છેડતી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૫૪, ૩૫૪(એ) તથા એટ્રોસીટી એક્ટ કલમ મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.