(અહેવાલ: મયુર ઠાકોર વાંકાનેર)
વાંકાનેર નજીક હાઇવે પર બેકાબુ ટ્રકે પાંચ જેટલા બાઇકને હડફેટે લીધા હતા. જેથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બપોરના સમયે વાંકાનેર હાઇવે પર મોરબી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ બેકાબૂ નંબર પ્લેટ વગરના ટ્રકે ચોકડી પર પાંચથી વધુ બાઇક સવારને હડફેટે લીધા હતા. તેમજ એક વ્યક્તિ ટ્રક નીચે ફસાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ તેમજ આજુબાજુ રહેલા લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા આ બનાવની ખબર વાયુવેગે શહેરમાં ફેલાતા લોકોના ટોળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.