વાંકાનેર: વાંકાનેરના વઘાસિયા ગામે ન્યૂ વર્ધમાન સીરામીક કારખાનાના મશીનના કન્વેંયટર બેલ્ટમાં આવી જતાં સગીરવરના બાળક નું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો. વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે ન્યૂ વર્ધમાન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા ૧૬ વર્ષીય ગણેશ મહાદેવભાઈ ભીલ ગઈ કાલના રોજ ન્યુ વર્ધમાન સીરામીક કારખાનાના મશીનના કન્વેંયટર બેલ્ટમાં આવી જતાં મોત નિપજ્યું હતું. ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પિટલ વાંકાનેર લાવવામાં આવી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
