પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા, જીલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર કિસાન મોરચાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે.
જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કાર્યાલય પ્રભારી દ્વારા કિસાન મોરચામાં વાંકાનેર શહેરના પ્રમુખ તરીકે ઝાલા ક્રિપાલસિંહ ભરતસિંહ, મહામંત્રી પટેલ મહેશભાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે પંડ્યા રણછોડભાઈ અને સોલંકી દેવાયતભાઈની નિમણુક કરવામાં આવી છે જયારે મંત્રી તરીકે ઝાલા ક્રિપાલસિંહ સહદેવસિંહ, કણસાગરા દિનેશભાઈ મગનભાઈ, બાંભવા રામાભાઈ લીલાભાઈ અને ગુગડીયા મિતુલભાઇ મનુભાઈ તેમજ કોષાધ્યક્ષ ધરોડીયા જયંતીભાઈની નિમણુક કરવામાં આવી છે.