વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે ટાંકો જીનમાં રાખવા બાબતે આધેડને 3 શખ્સોએ ધોકા વડે માર માર્યો હોવાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં લાલપર ગામે રહી ચોકીદાર તરીકે કામ કરતાં જીવાભાઈ વશરામભાઇ મેર (ઉં.વ.૪૩)એ આરોપીઓ પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહ વાળા, અને એક અજાણ્યા શખ્સ(રહે. બધા ગારીયા,તા.વાકાનેર) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૪નાં રોજ ફરિયાદી જીવાભાઈ લાલપર ગામની સીમમાં આવેલ સોપાન કોટેક્ષ જીનમાં ચોકીદારી કરતાં હોય ત્યારે આરોપીનો ટાંકે જીનમાં રાખવાની ફરિયાદીએના પાડેલ હોય જે બાબતે આરોપીઓએ તમે ટાંકો રાખવાની ના કેમ પાડો છો તેમ કહી ફરિયાદીને ગાળો આપી લાકડાનાં ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદનાં આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.