મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પર અને પ્લેઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવતી ઈજાગ્રસ્ત થઈ હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ મોરબીની મહાવીરનગર સોસાયટીમાં સાઈપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અપેક્ષાબેન ઠાકરશીભાઈ અજાણી (ઉ.વ.૨૪)એ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ નાં રોજ સાંજના સમયે ફરિયાદી અપેક્ષાબેન તથા સાથેના રાધિકાબેન બંને પ્લેઝર નં- GJ-03-DS-2024 વાળામાં મોરબી વાંકાનેર હાઈવે પર જઈ રહ્યા હોય તે દરમ્યાન દરિયાલાલ પ્લાઝા કોમ્પલેક્ષ નજીક પુરપાટ આવતા અજાણ્યા ડમ્પર ચાલકે પ્લેઝરને પાછળથી ઠોકર મારતા ફરિયાદી પ્લેઝર ચાલક અપેક્ષાબેના અને પાછળ બેઠેલા રાધિકાબેનને ઈજાઓ પહોચી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જી વાહન લઇ નાશી ગયો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહીહાથ ધરી છે.