Thursday, April 24, 2025

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ અને વાહનોની 19 એપ્રિલથી 23 એપ્રિલ સુધી પ્રવેશબંધી

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ રીજીયન કચેરીના પોલીસ અધિકારી/કર્મચારીઓના સને-૨૦૨૦ના વર્ષની ફાયરીંગ લેવાનુ થતુ હોઈ મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે તા.૧૯/૦૪/૨૦૨૧ થી તા.૨૩/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ  કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીના આદેશથી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૯/૦૪/૨૦૨૧ થી તા.૨૩/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જાણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,300

TRENDING NOW