વાંકાનેર ના અમરસર ચેકપોસ્ટ નજીકથી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો.
વાંકાનેર તાલુકાના અમરસર ચેકપોસ્ટ નજીકથી મોંઘી દાટ વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે અમરસર ચેકપોસ્ટ નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ રીતે પગપાળા જતા યુવાનને અટકાવી તલાશી લેતા હરિયાણા રાજ્યના સોનિપત ગામના રહેવાસી રાહુલ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે ઉ.20 નામના યુવાનના કબ્જામાંથી મોંઘીદાટ બેલેન્ટાઇન અને જેમસન આઇરિસ વ્હિસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 10,960 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.