વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ગત તા.21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા કુલદીપસિંહ બક્ષીસસિંહ ઉ.60 નામના વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.25 જાન્યુઆરીના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.